ગુજરાતમાં મેઘરાજાનો મેઘ તાંડવ…! આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી….

Published on: 10:44 am, Mon, 27 June 22

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના નિષ્ણાતોએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં 5 જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપડા આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, દ્વારકા, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 28 જૂનના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

28 જૂનના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, મહીસાગર, અમરેલી, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ અને દીવ હવામાન વિભાગ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 29 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જેમાં દીવ, દમણ, પંચમહાલ, આણંદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં 30 જૂનના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ સુધી 11 જેટલા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં પડ્યો છે. ઉમરપાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં મેઘરાજાનો મેઘ તાંડવ…! આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી…."

Leave a comment

Your email address will not be published.


*