સુરતમાં સવાણી પરિવારે પુત્રવધૂને પુત્ર જેવો દરજ્જો આપ્યો, પુત્રવધૂએ સાસુમાનાં અંતિમ સંસ્કાર કર્યા – આ દ્રશ્ય જોઈને તમામ લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા…

Published on: 2:22 pm, Sun, 26 June 22

સાસુ-વહુના સંબંધને ઉજાગર કરતો કિસ્સો સવાણી પરિવાર એ સમાજ સમક્ષ રજૂ કર્યો છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો સાસુ-વહુના સંબંધમાં દ્વેષ કલેશ જોવા મળતો હોય છે. પરંતુ આજે અમે તેનાથી વિપરીત પરિસ્થિતિ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે. સવાણી પરિવારનું નામ તો તમે સાંભળ્યું જ હશે હજારો દીકરીના તારણહાર એવા મહેશભાઈ સવાણીના પરિવારની આજે આપણે વાત કરીશું.

તેમના પરિવારમાં આજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી. પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી ના સગા ભાઇ માવજીભાઈ સવાણી કે જે એલ. પી. સવાણી ગૃપ ના છે તેમના પત્ની વસંતબેન સવાણીનું આજે દુઃખદ અવસાન થયું છે. જાણવા મળ્યું છે કે વસંતબેન છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા હતા. થોડા સમય પહેલા વસંત બહેનનું લિવર ફેલ થઈ ગયું હતું.

ત્યારે તેમનો જીવ બચાવવા માટે તેના ધેરા ની શોભા બહેને તેને લિવરનું દાન કર્યું હતું. પરંતુ કુદરતનો લેખ કોઇ પણ બદલી શકતું નથી. લીવર ડોનેટ કર્યા હોવા છતા તેમને બચાવી શકાયા ન હતા. પરંતુ સવાણી પરિવાર એ અહીં દેરાણી જેઠાણીના મધુર સંબંધની કાયમ કરી છે. દેરાણી જેઠાણી ના સંબંધો વચ્ચે આવી મધુરતા ખૂબ ઓછી જોવા મળતી હોય છે.

ત્યારે વાત કરવામાં આવે તેમના અંતિમ સંસ્કાર વિશે તો વસંત બેન સવાણી ના અંતિમ સંસ્કાર તેમના પુત્ર નહીં પરંતુ પુત્રવધુએ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી અવિરત સેવા કરતા તેમના પુત્રવધુ ના હાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે માતા પિતાના અંતિમ સંસ્કાર પુત્રના હાથે કરવામાં આવતા હોય છે.

પરંતુ અહીં પુત્રવધૂને પોતાના પુત્ર જેટલું જ મહત્વ આપતા સવાણી પરિવારે સમાજ આગળ અન્ય દાખલો બેસાડયો છે.આપણે સૌ જાણીએ છીએ કે સવાણી પરિવારને સુરતનો નામદાર પરિવાર છે અને તેઓ હંમેશા સામાજીક કાર્યો કરવામાં આગળ રહેતા હોય છે, ત્યારે આવા દુઃખના પ્રસંગમાં પણ તેમણે એક સામાજિક કાર્ય કરી બતાવ્યું છે.

સ્વર્ગવાસી વસંતબેન ના અગ્નિસંસ્કાર તેમણે લાકડાનો ઉપયોગ કરવાનું ટાળીને ઈલેક્ટ્રીક સગડીમાં કરવાનું નક્કી કર્યું હતું પાછળનો તેમનો હેતુ પર્યાવરણનું જતન કરવાનો સિદ્ધ થાય છે. લાકડા થી અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેનો ધુમાડો થવામાં ભરીને વાતાવરણ દૂષિત થાય છે જેથી આ સમસ્યા ન સર્જાય તે માટે તેમણે ઇલેક્ટ્રિક સગડીમાં વસંત બહેનના અગ્નિ સંસ્કાર કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં સવાણી પરિવારે પુત્રવધૂને પુત્ર જેવો દરજ્જો આપ્યો, પુત્રવધૂએ સાસુમાનાં અંતિમ સંસ્કાર કર્યા – આ દ્રશ્ય જોઈને તમામ લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*