મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેને તમે બધા જાણતા હશો. જેનું નામ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે. કિર્તીદાન ગઢવીને તો તમે ઓળખતા જ હશો જેમની સાથે જ આ કમાનો ખાસ લગાવ છે.
કમાની વાત કરીએ તો કમો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના પંખી કોઠારીયા ગામમાં આવેલ એક સંત શ્રી વ્રજ ભગતના રામરોટી આશ્રમમાં રહે છે. જ્યારે સંત શ્રી વ્રજભગતની પુણ્યતિથિ હતી ત્યારે એક ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી હાજર હતા.
આ ડાયરામાં કિર્તીદાન ગઢવીએ ગાયેલા ગીત પર કમાએ એક અલગ મોજમાં જ ડાન્સ કર્યો હતો. કમાને જોઈને કિર્તીદાન ગઢવીનું દિલ પીગળી ગયું હતું. અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં કમાનો ડાન્સનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો અને કમો રાતોરાત ફેમસ થઈ ગયો હતો.
ત્યારબાદ જ્યાં કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય ત્યાં કમાની હાજરી ફરજિયાત થઈ ગઈ હતી. કમાનુ નિખાલાસપણું અને તેનો સ્વભાવ બધા લોકોને ખૂબ જ ગમી ગયો છે. ત્યારે કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં કમો સ્ટેજ પર અચાનક ભાવુક થઈ ગયો હતો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કમો સ્ટેજ પર કિર્તીદાન ગઢવીની બાજુમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કિર્તીદાન ગઢવી “નજાને કોનસા દેશ કહા તુમ ચલે ગયે…” તે ગીત ગાય છે.
આ ગીત સાંભળીને કમો ભાવુક થઈ ગયો હતો અને સ્ટેજ પર રડી પડ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કમાને ભાવુક થયેલો જોઈને કિર્તીદાન ગઢવી તેની પીઠ પર હાથ ફેરવે છે. ત્યારબાદ કિર્તીદાન ગઢવી એક ખૂબ જ સુંદર વાત કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment