જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામમાં એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવાને પોતાની પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતાની પત્નીના મૃતદેહને અવાવરું જગ્યા પર દાટી દીધું હતું. મળતી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલાં જ્યારે મૃત્યુ પામેલી યુવતીના માતા-પિતાએ પોતાની દીકરીને મળવા માટે પ્રેમપર આવ્યા હતા.
પરંતુ તેમને ત્યાં પોતાની દીકરી મળી નહીં તેથી તેમને પોલીસમાં અરજી આપી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે શંકાના આધારે મૃત્યુ પામેલી યુવતીના પતિની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન યુવતીના પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર પ્રેમપરા ગામના 32 વર્ષીય જીવરાજ ભાઈ જોગાભાઇ માથાસુરીયા નામના યુવાને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના અંબાળા ગામની 30 વર્ષીય લક્ષ્મીબેન કરમશીભાઈ વાઢેલિયા સાથે બે મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ લક્ષ્મીના પિતા કરમશીભાઈ લક્ષ્મીને મળવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેથી તેઓ લક્ષ્મીને મળવા પોતાની પત્ની સાથે પ્રેમપર આવ્યા હતા. ત્યારબાદ તેઓ જીવરાજ ભાઈના ઘરે ગયા હતા. ત્યાં જઈને કરમશીભાઈ કહ્યું કે અમારે અમારી દીકરીને જોવી છે. પરંતુ ત્યારે જીવરાજે લક્ષ્મીને બતાવી નહીં. અને તેના વિશે કાંઈ પણ કહ્યું નહીં. તેથી કરમશીભાઇને કાંઈ ખોટું થયું છે તેવી શંકા ગઈ હતી. તેથી તેમણે બે દિવસ પહેલાં વિસાવદર પોલીસમાં આ બાબત પર ફરિયાદ નોંધાવી હતી.
જેને લઇને વિસાવદર પોલીસે એક દિવસ પહેલા જીવરાજની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જીવરાજ એક જ વાત કહેતો હતો કે, અમે સોમનાથ ગયા ત્યારે લક્ષ્મી દરિયામાં ડૂબી ગઈ છે. પરંતુ પોલીસને જીવરાજની આ વાત પર વિશ્વાસ આવતો ન હતો. જેને લઇને પોલીસે જીવરાજની આકરી પૂછપરછ શરૂ કરી હતી.
આકરી પૂછપરછ દરમિયાન જીવરાજે કહ્યું હતું કે, તેને પોતાની પત્ની લક્ષ્મીનો જીવ લઈને તેને દાટી દીધી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી લક્ષ્મીના મૃતદેહને બહાર કાઢયું હતું. જીવરાજએ કયા કારણોસર પોતાની પત્નીને લક્ષ્મીનો જીવ લીધો તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment