આને કહેવાય સંસ્કાર..! ગુજરાતમાં મુસ્લિમ ભાઈઓએ દરબાર ની દીકરી નું મામેરુ ભર્યું,જુઓ વીડિયો

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે તેઓ રિવાજ છે કે બહેનના ઘરે પહેલો પ્રસંગ હોય ત્યારે ભાઈ મામેરુ પડતો હોય છે પરંતુ હાલમાં એક કોમી એકતાનું જબરદસ્ત ઉદાહરણ સામે આવી રહ્યું છે જેને જોઈને આપણે પણ શીખવા જેવું છે.

નર્મદા જિલ્લાના બૂજેઠા ગામમાં કોમી એકતા અને સદભાવનાના ઉમદા દ્રશ્યો સામે આવ્યા છે. મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરુ કર્યું અને દરબારની દીકરીના લગ્નમાં મોસાળું પૂરું પાડીને એકતાનું જબરદસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.અહેમદભાઈ મનસુરી અને હસનભાઈ મન્સૂરી નો મુસ્લિમ પરિવાર વર્ષોથી આ ગામમાં રહે છે

અને જેમના નજીકમાં રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓના ઘર જેવા સંબંધ છે ને તેમની દીકરી અંજલી વાઘેલાને મન્સૂરી પરિવારે નાનપણથી જ પોતાની દીકરી માની હતી ત્યારે અંજલિ ના લગ્ન પ્રસંગે મુસ્લિમ મન્સૂરી પરિવારે મોસાળ પક્ષની ફરજ બજાવી હતી.

આપણે મિત્રો જણાવી દઈએ કે મામેરામાં ટીવી કપડા ઘરવખરી સહિતની સામગ્રીઓ સહિત રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને મોસાળ સમયે બંને પરિવારની સાથે ઉપસ્થિત તમામ લોકો ભાવુક પણ થઈ ગયા હતા.

ભાણેજ ની વિદાયમાં મુસ્લિમ મામાને તેમના પરિવાર પણ ભાવુક થયાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ગુજરાતમાં પહેલીવાર નથી ઘણી વખત મુસ્લિમ પરિવારે હિન્દુ પરિવારના મામેરા અથવા કંઈક એવું કરીને કોમી એકતાનું સારું એવું ઉદાહરણ પૂરું પાડેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*