ગુજરાતમાં વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ નથી મોકલી રહ્યા, જાણો કારણ.

120

ગુજરાતમાં કોરોનાવાયરસ નો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોવાની ચર્ચા થઈ છે ત્યારે શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના કેસો વચ્ચે શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે વધતા જતા.

કોરોના કેસના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે.શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 થી 55 ટકા એ પહોંચેલી સંખ્યા હવે ઘટી ગઈ છે.

હાલમાં અમદાવાદમાં માત્ર 30 થી 35 ટકા વિદ્યાર્થીઓએ શાળાએ આવી રહ્યા છે. ઉસ્માનપુરા ની વિદ્યાનગર શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ થયા છે અને વિદ્યાનગર શાળામાં ધો 9 થી 12 ના 491 માંથી 138 વિદ્યાર્થીઓ હાજર હતા.

અને શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રાખવાનો હેતુ છે. દિવ્યા પથ સ્કુલ માં 500 માંથી 120 વિદ્યાર્થીઓ હાજર હતા.તુલીપ શાળામાં 32% વિદ્યાર્થીઓની હાજરી છે અને મોટાભાગની શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલુ રાખ્યા છે.

સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા શનિવાર અને રવિવાર દિવસે શહેરમાં મોલ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.

સુરતના ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પણ બંધ રહેશે જે સુરતવાસીઓ એ ખાસ નોંધ લેવી. સુરત શહેરમાં દૈનિક સૌથી વધુ કેસ નોંધાતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!