ગાંધીનગરમાં પુરપાટ ઝડપે જતી કારે બાઇકને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 12:06 pm, Mon, 13 June 22

મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગરના ઈંદ્રોડા હિંડોળા પ્રકૃતિ ઉધના રોડ પર સાંજના સમયે પુરપાટ ઝડપે જતી એક કારે એક બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો ઉછળીને રોડ પર પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ઈંદ્રોડા ગામે રહેતા ભિખાજી ફતાજી મકવાણા ઇન્ફોસિટી NICMમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ઈંદ્રોડા ભીખાજી ભાઈના કૌટુંબિક ભાઈ રાજુભાઈ મકવાણા અને રાજુજી મકવાણા અને રાજુજીના પત્ની સવિતાબેન પણ રહેતા હતા.

શનિવારના રોજ સાંજના સમયે ભીખાજી ભાઈ બાઈક લઈને પોતાના ગામ ઈંદ્રોડા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રાજુજી અને રાજુજીની પત્ની સવિતાબેન પણ બાઈક પર બેઠા હતા. ત્યારે રસ્તામાં પ્રકૃતિ ઉધના નજીક પુરપાટ ઝડપે જતા એક કારચાલકે ભીખાજી ભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ કારણોસર બાઈક પર સવાર ત્રણ લોકો ઉછળીને રોડ પર પડ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ 108ની ટીમે કરી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

108ના સ્ટાફે ઈજાગ્રસ્ત થયેલા રાજુજી અને તેમની પત્ની સવિતાબેનને ઘટના સ્થળે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ભીખાજી ભાઈને માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં પુરપાટ ઝડપે જતી કારે બાઇકને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*