ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતા રોડની સાઈડમાં આવેલા થાંભલા સાથે એક કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા યુવકોમાં એક બિલ્ડરનો પુત્ર છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગઈકાલે રાત્રે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતા રોડ ઉપર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારમાં સવાર પાંચ લોકોમાંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે અને જેમાંથી એકની હાલત વધુ નાજુક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માતની ઘટના સિંગલ પટ્ટી રોડ ઉપર બની હતી. મળતી માહિતી અનુસાર રાયસણ ગામ વૃંદાવન બંગલોની સામેના ખેતરમાં રહેતા, ધવલ ભુપતભાઈ રાવળ તેનો મિત્ર જીગર કાંતિભાઈ રાવળ, પ્રવીણ લાલુભાઇ રાવળ, હાર્દિક નવીનભાઈ પટેલ અને વિપુલ રાવળ ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ ભેગા થયા હતા.
ત્યારે વિપુલ અને જીગરે તેમને પોતાના ઘરે મૂકી જવાની વાત કરી હતી. તેથી પાંચેય મિત્રો હાર્દિકની વર્ના કારમાં સવાર થઈને નીકળ્યા હતા. આ દરમિયાન પ્રવીણ કાર ચલાવી રહ્યો હતો. ત્યારે BAPS સ્કૂલથી થોડીક આગળ જતા રોડ ઉપર પ્રવીણ એ કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે પુરપાડ ઝડપે જતીકાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી.
કાર આટલી ઝડપમાં હતી કે વીજળીના થાંભલા સાથે અથડાયા બાદ બે થી ત્રણ વખત પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં પ્રવીણ અને હાર્દિકે ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ધવલ, જીગર અને વિપુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદ થી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધવલની હાલત ખૂબ જ નાજુક છે. મૃત્યુ પામેલા હાર્દિકની ઉંમર 26 વર્ષની હતી તેના લગ્ન થઈ ગયા હતા. હાર્દિકના મૃત્યુના કારણે બે નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાર્દિક ના પિતા નવીનભાઈ એક બિલ્ડર છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment