કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને, ભજીયાની લારી ચલાવતા વ્યક્તિએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “મારા પરિવારને હેરાન ન કરતા”…

Published on: 12:16 pm, Mon, 23 January 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરોની દાદાગીરી ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં વ્યાજખોરોના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 20 દિવસમાં જ ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનેક વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વ્યાજખોરોના કારણે અત્યાર સુધીમાં ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પીસાઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદભાઈ કાનજીભાઈ ઠાકોરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

વિનોદભાઈ કાનજીભાઈ ઠાકોર જેવો જૈન દેરાસર પાસે ગાયોના ટેકરે ભજીયાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિનોદભાઈ વ્યાજખોરોની ચુંગાલમાં ક્યારે ફસાઈ ગયા તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો. છેવટે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વિનોદભાઈ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

વિનોદભાઈ મૃત્યુ પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમને લખ્યું હતું કે ” મારા પરિવારને હેરાન ન કરતા” મિત્રો જ્યારે વિનોદભાઈને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના ખિસ્સા માટે આ ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીની અંદર વિનોદભાઈએ વ્યાજખોરાના નામ લખ્યા હતા.

તમામ વ્યાજખોરોના નામની સામે તેમની રકમ પણ લખી હતી. એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે લીધેલા પૈસા કરતા પણ વધુ પૈસા આપ્યા છતાં પણ તેઓ પૈસાની માંગણી કરી રહ્યા હતા. વિનોદભાઈ ચિઠ્ઠીની અંદર કોને કેટલા રૂપિયા આપવાના છે અને કોને કેટલા રૂપિયા આપ્યા તે વિગતવાર લખ્યું હતું.

વ્યાજખોરોના ત્રાસથી વિનોદભાઈ એટલી હદ સુધી કંટાળી ગયા કે આખરે તેમને કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું. તેમને પોતાની અંતિમ ચિઠ્ઠીમાં ઘરનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો અને અંતિમ ચિઠ્ઠી એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી અને ત્યારબાદ કેનાલમાં કૂદી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને હાલમાં કડી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને, ભજીયાની લારી ચલાવતા વ્યક્તિએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “મારા પરિવારને હેરાન ન કરતા”…"

Leave a comment

Your email address will not be published.


*