ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ની તારીખ હવે જાહેર થઈ ચૂકી છે. ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજવાની તારીખ ની જાહેરાત ચૂંટણીપંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ટિકિટ મેળવવા જોરદાર જંગ જામ્યો છે.સૌરાષ્ટ્ર કોંગ્રેસની જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલુ થઈ છે.આ બેઠકો પૈકી જોરદાર જંગ ધારી બેઠકની ટિકિટ મેળવવામાં થઈ છે.
તારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા ટિકિટ ફાળવવા સામે સામે આવી ગયા છે ત્યારે કોને ટિકિટ મળે એના પર દરેક લોકોની નજર છે. ધારી માં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની દીકરી જેનીબેન ને ટિકીટ અપાવવા સક્રિય છે. જેનીબેન હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમણે ટિકિટ મળે તેવી શક્યતા વધારે છે.
બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતે સુરેશ કોટડિયા ની આગળ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બે પાટીદાર નેતા સામે સામે આવી ગયા છે. વિપક્ષના નેતા દુરાગ્રહ ન રાખે તો આ બેઠક જીતવી કોંગ્રેસ માટે સરળ બની રહે તેવી શક્યતાઓ છે.
જેવી કાકડિયા એ પક્ષપલટો કર્યો હોવાથી મતદારો તેમના થી ખાસ નારાજ છે ત્યારે બને પાટીદાર નેતાઓને મનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment