ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે આખલાઓ વચ્ચે રસ્તાની વચ્ચોવચ ભયંકર યુદ્ધ થયું હતું.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ખાનેરના ડીસા રોડ ઉપર બની હતી. અહીં રસ્તાની વચ્ચ બે આખલાઓ અમને સામને આવી ગયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. બંને આખલાઓને જોઈને આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે..
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તાની વચ્ચોવચ બે આખલાઓ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે. બંનેને જોઈને સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. સદનશીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો પોતાના ઘરની બહાર નીકળતા પહેલા વિચારવા લાગ્યા હતા.
ધાનેરાના ડીસા રોડ ઉપર બે આખલાઓ રોડની વચ્ચોવચ આવ્યા બથોબથ, ત્યારબાદ થયું એવું કે લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા – જુઓ વિડિયો pic.twitter.com/GKE8mb7ay1
— GUJJU ROCKZ (@gujju_rockz) July 16, 2022
આવા ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોતા હશો. અત્યાર સુધીમાં રખડતા આખલાઓના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના પણ ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. દિવસેને દિવસે સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. છતાં પણ કોઈ પણ શહેરની મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના કડક પગલાં ભરવામાં આવતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment