કોળી સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયાનું અકસ્માતમાં દુઃખદ નિધન…’ઓમ શાંતિ’

Published on: 10:42 am, Wed, 1 March 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં કોળી સેનાના ભાવનગર જિલ્લાના યુવા પ્રમુખનું દુઃખદ નિદાન થયું છે.

આ ઘટનાના સમાચાર મળતા જ સમગ્ર કોળી સમાજમાં માતામાં છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક કોળી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કોળી સેનાના યુવા પ્રમુખનું મોત થતા તેમના પરિવારજનો અને સમાજ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ગંભીર અકસ્માતની ઘટનામાં ભાવનગર જિલ્લાના કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રાકેશભાઈ ટીંબી ગામ પાસેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ કોઈ કારણોસર તેમને સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે કાર રોડની સાઈડ માં આવેલા તળાવમાં ખાબકી પડી હતી. અકસ્માતની ઘટનામાં રાકેશભાઈ બારૈયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે દુઃખદ નિધન થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે ખબર પડી કે આ તો કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા છે.

આ ઘટનાની માહિતી મળતા કોળી સમાજ જિલ્લાના પ્રમુખ આણંદભાઈ ડાભી, કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા આવ્યા તેને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા રાકેશભાઈ બારૈયા એક ખૂબ જ સેવાભાવી વ્યક્તિ હતા અને તેઓ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા. સમાજ માટે તેઓ સતત કાર્યશીલ રહેતા હતા. નાની ઉંમરમાં જ રાકેશભાઈ બારૈયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃત્યુ પામેલા રાકેશભાઈ બારૈયાના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોળી સમાજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયાનું અકસ્માતમાં દુઃખદ નિધન…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*