દેવભૂમિ દ્વારકામાં પેસેન્જરોથી ભરેલી છકડો રીક્ષા પૂલની દિવાલ તોડીને 25 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી…3 લોકોના ઘટના સ્થળે દર્દનાક મોત…

દેવભૂમિ દ્વારકા: ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે દ્વારકાના રોજાવાળા પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જામનગર જિલ્લાના જામજોધપુરના ધ્રાફા ગામથી છકડો રીક્ષા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાળા ગામે જતો હતો.

આ દરમિયાન અચાનક જ રસ્તામાં છકડો રીક્ષા બેકાબુ બની ગઈ હતી અને તે પુલ પરથી નીચે ખાબકી હતી. મળતી માહિતી અનુસાર એક ડઝન પેસેન્જર ભરેલી છકડો રીક્ષા પુલ પરથી નીચે પડતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં આઠ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે જામનગર અને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર છકડો રીક્ષા દિવાલ તોડીને લગભગ 25 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડ્યો હતો.જેના કારણે ઘટના સ્થળ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 ના મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક જ છકડો રીક્ષા કયા કારણોસર બેકાબુ બની ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*