ઝડપી કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 5 લોકોના રિબાઈ રિબાઈને મોત… જુઓ અકસ્માતનો LIVE વિડિયો…

Published on: 11:41 am, Sun, 7 May 23

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ તાજપુર-મુઝફ્ફરપૂર NH 28 પર બાલીગાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.આ ઘટનામાં એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાંથી ચાર લોકો એક જ પરિવારના હતા.

જ્યારે મૃત્યુ પામેલો અન્યાયક વ્યક્તિ ડ્રાઇવર હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાને લઇને સીએમ નીતીશકુમાર એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યો હતો. હાલમાં તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, પૂરપાડ ઝડપે જતી કાર સીધી ટ્રક સાથે અથડાઈ હતી.

કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ કાર લગભગ 10 મીટર દૂર સુધી ઘસડાઈ ગઈ હતી. ગંભીર અકસ્માત્રી ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય કમલેશ્વર મહેતા, તેમની 37 વર્ષથી પત્ની રિંકુ દેવી અને બે બાળકો, 13 વર્ષીય અમન અને 10 વર્ષીય અંકિતનું મોત થયું છે. જ્યારે કાર ચલાવી રહેલા ડ્રાઇવર રોહિત કુમારનું પણ અકસ્માતની ઘટનામાં મોત થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો