દાહોદમાં સાવ નાની એવી વાતમાં ગુસ્સામાં ભરાયેલા પૌત્રે પોતાના દાદાનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Published on: 12:34 pm, Sat, 19 August 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પૌત્રે સાવ નાની એવી વાતમાં પોતાના દાદાનો જીવ લઈ લીધો છે. આ ઘટના ગુજરાતના દાહોદમાંથી સામે આવી રહી છે. અહીં દાદા અને પૌત્ર વચ્ચે માથાકૂટ થતા ગુસ્સામાં ભરાયેલા પૌત્રે લોખંડના સળિયા વડે પોતાના દાદા ઉપર પ્રહાર કરીને તેમનો જીવ લઇ લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરાને પોતાના દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની ઘટનાની માહિતી મળતા જ પોલીસે આરોપી પૌત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પૌત્રએ પોતાના દાદાને ચા બનાવવાનું કીધું હતું. પરંતુ દાદા એ ચા બનાવવાની ના પાડી દીધી હતી.

જેના કારણે દાદા અને પૌત્ર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જોતો જોતામાં બોલાચાલી એટલી વધી ગઈ કે, ગુસ્સામાં ભરાયેલા પૌત્રે પોતાના દાદાની ધુલાઈ શરૂ કરી દીધી હતી. પૌત્ર એટલો ગુસ્સામાં હતો કે, તેને પોતાના દાદા ઉપર લોખંડના સળિયા વડે પ્રહાર કર્યા હતા.

જેના કારણે દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ દાદાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દાદાનુ મોત થયું હતું. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના દીકરા એટલે કે આરોપીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની માહિતી મળી આવત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ચોકાવનારી ઘટના બનતા જ મૃતક વ્યક્તિના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દાહોદમાં સાવ નાની એવી વાતમાં ગુસ્સામાં ભરાયેલા પૌત્રે પોતાના દાદાનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*