મિત્રો, ગુજરાતની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કારણકે ઠેર ઠેર દેવી દેવતાઓના પવિત્ર ધામ જોવા મળે છે. દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો પોતાના જીવનમાં આવતી દરેક અડચણોને દૂર કરવા માટે દર્શન કરવા મંદિરે આવતા હોય છે. દેવી-દેવતાઓના દર્શન કરીને ભક્તો પોતાના બધા જ દુઃખો દૂર કરતા હોય છે.
ત્યારે આપણે એક એવા મંદિર વિશે વાત કરીશું કે જ્યાં મેલડી માતા હાજરાહજૂર છે. આ મંદિર ભાવનગર જિલ્લાના સિહોર માં આવેલું છે. જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઘણા બધા માતાજી ના મંદિરો આવેલા છે.
એવું જ એક મેલડી માતાનું મંદિર કે જ્યાં દર વર્ષે નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવે છે. લોકો દૂર-દૂરથી માં મેલડીના આશીર્વાદ લેવા માટે આ મંદિરે આવે છે અને પોતાના દુઃખોને દૂર કરવા માટે દર્શન કરે છે. માં મેલડી ના આશીર્વાદ લેવા માટે ભકતોની ભીડ ઉમટી પડે છે.
બિરાજમાન એવા મેલડી માતાને બાવળવાળા મેલડી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો પોતાની સમસ્યાઓ બાવળવાળા મેલડી માતાના દર્શન માત્રથી જ દૂર કરે છે આ મંદિરમાં અખંડ જ્યોત પણ છે આ મંદિરમાં એવું પણ માનવામાં આવે છે કે જ્યોતના દર્શન માત્રથી જ ભક્તોની બધી જ મનોકામના મા મેલડી પૂર્ણ કરે છે.
માં મેલડી ના દર્શન કરવા જે પણ ભક્તજનો આવે છે તેમને માં મેલડી હસતા મોઢે ઘરે મોકલે છે. વાત કરીએ તો માં મેલડી એ ઘણા બધા ભક્તોને સાક્ષાત પરચા પણ બતાવ્યા છે એવું જ કહેવાય છે કે આ મંદિરમાં મા મેલડી હાજરા હજુર બિરાજમાન છે.
બાવળવાળા મેલડી માતાજી ને ત્યાં દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થીઓ નું જીવન ખુશીઓથી ભરપૂર કરી દે છે. તેથી જ દૂર-દૂરથી લોકો માં મેલડી ના આશીર્વાદ લેવા આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment