માં તે માં બીજા બધા વગડાના વા! દીકરીને ડોક્ટર બનાવવા માટે માતા આજે પણ રસ્તા પર વેચે છે પાણીપુરી, ચાલો જાણીએ આ મહિલાનો સંઘર્ષ….

Published on: 2:27 pm, Wed, 23 March 22

આજના આધુનિક યુગમાં માતા-પિતા પોતાના બાળકોના ઉજજ્વળ ભવિષ્ય માટે કઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. બાળકોની બધી જ ઇચ્છાઓ પૂરી કરવા માટે રાત દિવસ એક કરીને સખત મહેનત કરતા હોય છે. દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે પોતાનું બાળક પોતાના સમાજમાં એક આગવી ઓળખ ઉભી કરે અને માતા-પિતાનું નામ રોશન કરે.

તે માટે માતા-પિતા સખત પરિશ્રમ કરીને પોતાના બાળક માટે કઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે.  આવું જ એક ઉદાહરણ પૂરું પાડવા આજે આપણે એક એવી માતા વિશે વાત કરીશું કે જે પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે રાતદિવસ એક કરીને મેહનત છે.

મહેસાણાના વતની એવા ભગવતીબેન જે પોતાની દીકરી સારો એવો અભ્યાસ કરીને ડોક્ટર બને અને તેનું સપનું પૂરું કરવા ભગવતીબેન રસ્તા પર પાણીપુરી વેચે છે. પરિવારની પરિસ્થિતિ ખુબ જ નબળી હોવાથી આવી રીતે રસ્તા ઉપર પાણીપુરી વેચીને ભગવતીબેન પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

શરૂઆતમાં ભગવતીબેન એક મોલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન નોકરી બંધ થઈ ગઈ હતી. પોતાની નબળી પરિસ્થિતિના લીધે પરિવારનો ભરણપોષણ કરવા માટે ભગવતીબેન પાણીપુરીની લારી કરવાનું નક્કી કર્યુ.

તેમનું સપનું હતું કે મારી દીકરી ખૂબ અભ્યાસ કરીને ડોક્ટર બને તે માટે તેમણે જીવનની ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો પણ કર્યો છે. કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એ કહેવતને સાર્થક કરતા એવા ભગવતીબેન પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે

સાંજના સમયે તો ભગવતીબેન ની લારીએ પાણીપુરી ખાવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે આવી રીતે કમાણી કરીને પોતાની દીકરીને ડોક્ટર બનાવવા ઈચ્છે છે
આવું કામ તો માત્ર એક માતા જ સાર્થક કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં તે માં બીજા બધા વગડાના વા! દીકરીને ડોક્ટર બનાવવા માટે માતા આજે પણ રસ્તા પર વેચે છે પાણીપુરી, ચાલો જાણીએ આ મહિલાનો સંઘર્ષ…."

Leave a comment

Your email address will not be published.


*