બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ સરકારે જાહેર કરેલી સહાય ન મળતા ગાયો છોડી મૂકી, ટ્રાફિકજામના દ્રશ્યો

બનાસકાંઠા જિલ્લાના ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગો પોષણ યોજનાનો લાભ ન નહીં મળે તો ગૌશાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છોડી દેવાની ચીમકી આપી હતી. તમને જણાવી દે કે રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળો અને સરકારે જાહેર કલેરી રૂપિયા 500 કરોડની સહાય ન ચૂકવતા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જેને લઈને સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને છોટા મુકતા જ પોલીસ અને પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ગૌશાળા પાંજરાપોળમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળમાં સંચાલકોએ સરકાર પાસેથી સહાયની માંગણી કરી હતી. જેના પગલે સરકારે સહાયરૂપે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી.

આ જાહેરાતના છ મહિના થઈ ગયા છતાં પણ એક પણ રૂપિયો ન મળતા સંચાલકોએ અનેક રીતે આંદોલન કરીને સરકારનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા, સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ પાંજરાપોળો માંથી ગાયોને છૂટી મૂકી દેવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. તેમ છતાં પણ સરકારના પેટમાંથી પાણી ન હાલ્યું.

તેથી આજરોજ સવારે ડીસા સહિત બનાસકાંઠાના તમામ પાંજરાપોળો માંથી ઢોરને રસ્તા ઉપર છુટા મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગૌ શાળા સંચાલકોએ વિરોધના ભાગરૂપે ગાયો છોડતા જ પોલીસે પાંજરાપોળના સંચાલોકોની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022-23 ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ સરકાર દ્વારા આજ સુધીમાં કોઈ પણ પ્રકારની સહાયની ચુકવણી કરવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ ગૌશાળા પાંજરાપોળને જે ઉધાર દિલ દાતાઓ તરફથી દાન મળતું હતું તે દાનની રકમ પણ ધીમે ધીમે ઘટી ગઈ છે. જેને લઈને ગૌશાળાઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે.

આ ઉપરાંત રાજ્યમાં ઠેર ઠેર લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. જેના કારણે ગૌશાળા પાંજરાપોળોનો ખર્ચો ખૂબ જ વધી ગયો. જેથી પાંજરાપોળના સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેના કારણે અનેક પાંજરાપોળોમાં વાયરસ અને ભૂખના કારણે ગાય માતાના મૃત્યુ થયા. અને સરકાર દ્વારા કોઈ જ સહાય ના ચૂકવવાતા અમારે ના છુટકે પાંજરાપોળો માંથી પોતાના પશુઓને રોડ પર ખુલ્લા મૂકી દેવા પડ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*