બાબરા પંથકમાં ગત વર્ષે કપાસની સારી આવક થઈ હતી અને ભાવ પણ સારો મળ્યો હતો. લોકડોઉન કારણે સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરી દેતા મોટાભાગના ખેડૂતોએ કપાસ બજાર માં વેચવાનું બંધ કરી સાચવી રાખવાનું મન બનાવ્યું હતું અને હવે બજાર સુધારતા ખેડૂતોએ કપાસ વેચવાનું ચાલુ કર્યું છે.ખેડૂતોને હાલમાં સારો એવો ભાવ મળી રહ્યો છે જેના કારણે કપાસની આવક પણ સારી એવી જોવા મળી રહી છે.
બાબરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યું હતું કે લોકડોઉન ના ગાળા એટલે કે માર્ચ મહિનામાં સીસીઆઇ દ્વારા ટેકા ના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી હતી. તે બંધ કરી દેવામાં આવતાં તાલુકાના 30 ટકા જેટલા ખેડૂતોએ કપાસ ને બજારમાં વેચવા નીજગ્યાએ સાચવી રાખ્યા જોવાનું મન બનાવ્યું હતું.
ખેડૂતોએ સારા ભાવ ની આશાએ કપાસ ને સાચવી રાખતા હાલ તે ઉપયોગી સાબિત થઇ રહ્યો છે.હાલ બાબરા યાર્ડ માં દરરોજ દસ હજાર મણની આવક થઈ રહી છે તેમ જ ભાવ પણ 850 થી 1040 સુધી બોલાવી રહ્યો છે. કપાસ પણ ઉચ્ચ ક્વોલિટીના આવતા વેપારીઓ દ્વારા પૂરતી ખરીદી કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment