ફરી એક વખત રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર કર્યો મોટો આક્ષેપ,કહ્યું કે મોદી સરકાર એ…

215

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે’ લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ ‘ આ પ્રકારની સરકાર વિચારસરણી છે. એક સમાચારની ટ્વિટર પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે મોદી સરકારની વિચારસરણી- ન્યુનતમ શાશન,મહત્તમ ખાનગીકરણ.’

આ સાથે જ કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે, કોરોના તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુકત બનાવી છે. યુવાનો નું ભવિષ્ય ચોરી લેવું છે મિત્રો ને આગળ ધપાવવા છે. રાહુલ જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે.

ઉલ્લેખનીય છે કે,યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાન વાળી કેન્દ્ર સરકારે છેલ્લા 6 વર્ષમાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રીનિવાસ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓ નું વચન આપ્યું હતું, આ પ્રમાણે છ વર્ષમાં 12 કરોડ રોજગાર આપવો પડે. પરંતુ મોદી સરકાર 14 કરોડ નોકરી છીનવી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!