રાજ્યમાં આજકાલ જીવ લઈ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આટકોટમાં ગઢની પાછળ હનુમાનજી મંદિર ની બાજુમાં આવેલી પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાંથી 50 વર્ષના લાલજીભાઈ બાલાભાઈ ખોખરીયાનું વાડીમાંથી મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા વ્યક્તિએ લાલજીભાઈનો જીવ લઈ લીધો છે. લાલજીભાઈ નો જીવ શા માટે લીધો તેનું હજુ કોઈ પણ કારણે સામે આવ્યું નથી.
મળતી માહિતી અનુસાર લાલજીભાઈના પત્ની સુરત ગયા હતા અને લાલજીભાઈ વાડીમાં એકલા હતા ત્યારે રાત્રિના સમયે આ સમગ્ર ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર લાલજીભાઈ ના પુત્ર સુરત રહે છે અને પુત્રને મળવા માટે લાલજીભાઈના પત્ની સુરત ગયા હતા.
તેના કારણે થોડાક દિવસોથી લાલજીભાઈ વાડીએ એકલા હતા. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઈરાદામાં લાલજીભાઈ નો જીવ લીધો હોય તેઓ પોલીસની પ્રાથમિક તપાસમાં અનુસાર જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા આરોપીની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત લાલજીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લાલજીભાઈના પરિવારજન દિનેશભાઈ જણાવ્યું કે હું સવારે જ્યારે વાડીએ આવ્યો ત્યારે લાલજીભાઈ નો મૃતદેહ પડ્યું હતું. તેના કારણે આ સમગ્ર ઘટનાને લઇને આટકોટ ના સરપંચ દેવશી ભાઈ ને જાણ કરી હતી.
ઉપરાંત આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. લાલજીભાઈ વ્યવસાયમાં હીરા ઘસતા અને ખેતીકામ કરતા હતા તેઓને એક દિકરો અને બે દીકરીઓ પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment