મોડાસામાં ટેન્કર અને ST બસ વચ્ચે થયું જબરદસ્ત અકસ્માત, અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત…

Published on: 8:36 pm, Wed, 8 September 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. મળતી માહિતી અનુસાર મોડાસા-ધનસુરા માર્ગ પર ST બસ અને ટેન્કર ની વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન ટેન્કરચાલક નું શરીર કેબિનમાં ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. ઉપરાંત એસટી બસ ડ્રાઈવર સહિત 10 થી પણ વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતા આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત ના કારણે હાઈવે રોડ પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં 10 થી પણ વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ડ્રાઇવર ની હાલત ખૂબ જ ખરાબ છે.

એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે મોડાસા ધનસુરા રોડ પર 10 કિલોમીટર થી પણ વધારે લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસ દ્વારા બે કલાકની મહેનત બાદ ટ્રાફિક જામને હળવો કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!