ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. લોકો પ્રેમ સંબંધ, ડિપ્રેશન, કોઈના દબાણ અથવા તો આર્થિક પરિસ્થિતિથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામના યુવાને અને ત્યાગી નગરના એક આધેડ વયના વ્યક્તિએ અગમ્ય કારણોસર અંકલેશ્વરમાં નર્મદામૈયા બ્રીજ પરથી નર્મદા નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર 48 કલાકની શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહ શનિવારના રોજ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ત્યાગી નગરમાં રહેતા 50 વર્ષીય રાજેન્દ્ર પરમાર શુક્રવારના રોજ સવારે કોઇ કારણોસર પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા.
ત્યાર બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ નર્મદા બ્રિજપરથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર તે વ્યક્તિએ પોતાની બાઈક અને ચંપલ બ્રિજ પર મુક્યા હતા.
બ્રિજ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે રાજેન્દ્રભાઈ બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેના પગલે ફાયર વિભાગની ટીમે નર્મદા નદીમાં રાજેશભાઈની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતો 28 વર્ષીય સંતોષ નામનો યુવક શુક્રવારના રોજ કોઈ કારણસર રાત્રે ઘરેથી નીકળી ગયો હતો.
એ પણ નર્મદામૈયા બ્રીજ પર પહોંચ્યો હતો. સંતોષએ પોતાના પરિવારજનોને હું પોતાનું જીવન ટુંકાવ્યું છું એમાં ફોન કર્યો હતો. અને પોતાનો છેલ્લો ફોટો વોટ્સએપમાં મોકલીને નર્મદામૈયા બ્રીજ પરથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ ફાયર વિભાગની ટીમને બંને વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. બન્નેએ કયા કારણોસર પોતાનો જીવ આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment