અમદાવાદમાં યુવકે પાંચમા લગ્નના 10 દિવસ બાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું આ પગલું…

Published on: 12:26 pm, Tue, 29 March 22

અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના અસલાલીમાં બારેજાના એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકે લગ્નના દસ દિવસ બાદ જ પગલું ભર્યું હતું. મૃત્યુ પામેલા યુવકે પોતાનો જીવ ટૂંકાવી આ પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે મહિલાઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આશાબેન, રાજુભાઈ, મુકેશ અને સોફિયાના યુવકના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા હતા. લગ્નના દસ દિવસ બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હતી.

દુલ્હન ફરાર થઈ જતાં યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા યુવકનું હિતેશ સોલંકી હતું. હિતેશ સોલંકી વલસાડના રાજુભાઈ અને આશાબેન ના સંપર્કમાં આવ્યો હતો. આ બંને હિતેશ પાસેથી દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.

લગ્નના દસ દિવસ બાદ દુલ્હન હિતેશના ઘરમાંથી દાગીના અને કીમતી વસ્તુઓ લઈને રફુચક્કર થઇ ગઇ હતી. આ વાતનો હિતેશને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેથી હિતેશ સુસાઇટ નોટ લખે છે અને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.

મૃત્યુ પામેલા હિતેશ સોલંકીના અગાઉ ચાર લગ્ન થયા હતા. મૃત્યુ પામેલા હિતેશની ઉંમર 27 વર્ષની હતી. મળતી માહિતી મુજબ આરોપી રાજેશ અને આશાબેન હિતેશ સોલંકી ના સંપર્કમાં આવ્યા હતા. આ બંને મુંબઈની યુવતીના બેન બનેવી બનીને મળ્યા હતા.

હિતેશને એમ કહ્યું હતું કે યુવતીના માતા-પિતા નથી. અને હિતેશના લગ્ન મુંબઈની યુવતી સાથે કરાવ્યા હતા. લગ્નના દસ દિવસ બાદ મુંબઈની યુવતી દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ફરાર થઈ ગયેલી યુવતી અને તેની માતાની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં યુવકે પાંચમા લગ્નના 10 દિવસ બાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*