ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે વધતી જતી જીવ ટૂંકાવાની ઘટનાઓ જોતા, હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. અમદાવાદમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ ત્રાગડ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ સાતમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.
આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સોસાયટીના અને પરિવારના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવતીના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ પ્રિયંકા પરમાર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. પ્રિયંકા પોતાની માતા અને બહેનો સાથે E બ્લોકમાં રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી પણ કરતી હતી.
સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું કે, પ્રિયંકાને શારીરિક ખોડખોપણ હતી. બાળપણમાં પ્રિયંકા પેટના ભાગે દાજી જવાના કારણે તેના દાઝેલા ડાઘા રહી ગયા હતા. જે બાબતને લઈને ખૂબ જ તકલીફ હતી અને તેના કારણે પ્રિયંકાના લગ્ન પણ થતા ન હતા. ત્યારબાદ લગ્ન કરવાનું પણ મનોમન ટાળી નાખ્યું હતું.
આ સમગ્ર બાબતને લઈને અંતે કંટાળીને પ્રિયંકાએ ફ્લેટના સાતમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રિયંકા પાસેથી અથવા તો ઘરમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને ચાંદખેડા પોલીસ દ્વારા પ્રિયંકાના મૃત્યુનું સાચું કારણ જાણવાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પ્રિયંકા ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment