અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિએ એક અઠવાડિયા પહેલા પોતાના મોટા ભાઈ ના મોબાઈલ પર મેસેજ કર્યો હતો કે, હું અને મારી પત્ની પોતાનું જીવન ટૂંકાવીએ છીએ અને વ્યાજ ભરી ભરીને અમે કંટાળી ગયા છીએ, હવે હું વ્યાજ ભરી શકું તેમ નથી.
અને છેલ્લે લખ્યું કે ત્યારે આવજો અને વ્યાજ વાળા બીજા જોડે આવું ન કરે તેનું જરૂર ધ્યાન રાખજો. મળતી માહિતી અનુસાર ચાર દિવસ પહેલા કેનાલમાંથી પતિ અને પત્નીનો મૃતદેહ મળી આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ ત્રણ વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હિતેશભાઈ પંચાલ ચાંદલોડિયાના ભવાનપુરા સોસાયટીમાં પોતાની પત્ની અને માતા પિતા સાથે રહેતા હતા.
અને તેઓ એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. હિતેશભાઈ 24 ડિસેમ્બરના રોજ પોતાના મોટાભાઈને મોબાઈલમાં મેસેજ મોકલ્યો હતો. હિતેશભાઈ ના આ મેસેજ કર્યા બાદ કડી કેનાલ પાસે તેમની બાઇક મળી આવી હતી.
મળતી માહિતી અનુસાર હિતેશભાઈ અને તેમની પત્નીએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તે બંનેના મૃતદેહ વિરમગામ અને લખતર પાસે કેનાલમાંથી મળી આવ્યા હતા.
આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પરિવારના તમામ સભ્યોની આંખમાં આંસુ હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment