મોરબી નજીક કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર મહિલા અને 2 પુરૂષોને ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 10:24 am, Thu, 20 January 22

છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે મોરબીના રાજપરા રોડ પર આવેલા થોરાળા ગામના પાટિયા પાસે બનેલી એક અકસ્માત ની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલા અને બે પુરૂષોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર GJ 03 CA 4314 નંબરની એસેન્ટ કાર અચાનક થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. તેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને મોરબી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માત 10:33 કલાકની આસપાસ બન્યો હતો.

અકસ્માતમાં કારમાં સવાર પતિ-પત્ની અને એક કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા. અકસ્માત ગઈકાલે સર્જાયો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

મૃત્યુ પામેલા ત્રણેયની ઉમર 30 થી 32 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે કાર થાંભલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી અને કાર માંગી ને ભૂલ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરબી નજીક કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર મહિલા અને 2 પુરૂષોને ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*