અમદાવાદમાં બુલેટ પર જતા બે યુવકોને એક કાર ચાલકે જાણી જોઈને ટક્કર લગાવી, વારંવાર કાર માથે ચડાવીને યુવકનો જીવ લઈ લીધો…

Published on: 6:19 pm, Fri, 7 October 22

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નવરાત્રિના ચાર દિવસ બાદ એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ જીવ લેવાની ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બની છે. અહીં દસ લાખ રૂપિયાની લેતી દેતીના સમાધાન થયા બાદ બે યુવક બુલેટ પર પરત જઈ રહ્યા હતા.

આ દરમિયાન આરોપીઓ પોતાની કારથી બુલેટને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક યુવક ફંગોળાઈને રોડ પર નીચે પડ્યો હતો. ત્યારે આરોપી યુવકે તેના શરીર ઉપરથી કાર ચલાવી દીધી હતી. આ ઘટનામાં તેનું કારણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વસ્ત્રાલ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતી દેતી ના મામલે સમાધાન કરવા ભેગા થયેલા રાજન અને મૌલિક નામના વ્યક્તિ સમાધાન થયા બાદ બુલેટ પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ બંનેની બુલેટને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ પર સવાર મૌલિક જોશી ફંગોળાઈને રોડ પર પડ્યો હતો.

ત્યારે આરોપીઓએ કાર રિવર્સ લઈને મૌલિક ઉપર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે મૌલિક નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં રાજન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના બની આબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે પૈસાની લેતી દેતીના મામલામાં આ ઘટના બની છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સતત આવી ઘટના બનતા હવે એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરના કોઈ પણ વિસ્તાર સલામત રહ્યા નથી. કારણકે જે વિસ્તારમાં પોલીસ કમિશનર રહે છે તે જ વિસ્તારમાં જીવ લેવાની ઘટનાઓ અને લુખાઓની દાદાગીરીઓ ખૂબ જ વધી ગઈ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જીવ લેવાની ઘટનાઓ બની છે. જેના કારણે સામાન્ય માણસ ખૂબ જ ડરમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં બુલેટ પર જતા બે યુવકોને એક કાર ચાલકે જાણી જોઈને ટક્કર લગાવી, વારંવાર કાર માથે ચડાવીને યુવકનો જીવ લઈ લીધો…"

Leave a comment

Your email address will not be published.


*