ચાલીને દશામાના મંદિરે જઈ રહેલા 4 શ્રદ્ધાળુઓને એક ટ્રકે લીધા અડફેટેમાં, એકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયાના વટારીયા સુગર આગળ બીપીએલ યુનિવર્સિટીની નજીક બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર હાંસોટના દિગસ ગામે નીકળેલા પગપાળા સંઘના 4 શ્રદ્ધાળુઓને એક તરફ ચાલક જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એક શ્રદ્ધાળુઓનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર હાંસોટના દિગસ ગામે નવી વસાહતમાં રહેતા મંજુલાબેન વસાવાના પતિ કાંતિભાઈ વસાવા અને ગામના 50 લોકો બુધવારના રોજ સાંજે નેત્રંગ તાલુકાના ટીમરોલીયા દશામાંના મંદિર પગપાળા જવા માટે નીકળ્યા હતા.

જ્યારે ચાલતા ચાલતા સંઘ વાલિયાના વટારીયા સુગર આગળ બીપીએલ યુનિવર્સિટીની નજીક પહોંચ્યો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા એક તરફ ચાર શ્રદ્ધાળુઓને અડફેટેમાં લીધા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કાંતિભાઈ વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અન્ય ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને 108ની મદદ થી વાલિયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ કરતા વાલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા કાંતિભાઈના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. ત્યાર બાદ ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*