ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વડોદરાની નજીક બનેલા એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દહેગામ નજીક વડોદરા ગામ પાસે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ યુવકોને અકસ્માત નડ્યો હતો.
જેમાંથી બે મિત્રોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. અન્ય એક મિત્રની હાલત ખુબ ગંભીર છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ત્રણેય મિત્રો એક્ટીવા પર નરોડા તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન વડોદરા ગામ નજીક ટ્રક ચાલકે તેમની અડફેટમાં લીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આકસ્મિક ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે મિત્રો નો બર્થ ડે હોવાના કારણે તેઓ નરોડાની એક હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ અકસ્માતના ભોગ બન્યા હતા.
મળતી માહિતી અનુસાર દહેગામ થી ચારેક કિલોમીટર દૂર આવેલા વડોદરા ગામના પાટિયા પાસે બુધવારના રોજ રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. ત્રણ મિત્રો એક્ટીવા પર જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલા એક ટ્રકચાલકે તેમને અડફેટેમાં લીધા હતા.
અકસ્માતમાં બે મિત્રોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માતમાં જેનો જન્મદિવસ હતો તે મયૂર મોહનભાઈ લાખાણી અને રવિ ગૌતમભાઈ અમીનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment