કોરોના ના નવા વેરીએન્ટ ના ભય ને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો અતિમહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર ફરીથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો થતો જોવા મળી રહ્યો છે

જ્યારે આજના સમયમાં કોરોના નવા સ્વરૂપે પણ હાહાકાર મચાવ્યો છે.બહારગામથી આવેલા સ્વેચ્છાએ RTPCR ટેસ્ટ કરાવે તેવી સૂચના આપવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા હીરા અને કાપડ ઉદ્યોગ પર નજર રાખવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ ઉદ્યોગોને આદેશ આપવામાં આવેલ છે. આ સિવાય બહારગામ ગયેલા લોકો સુરત પરત આવે ત્યારે ફરજિયાત કોરોના નો ટેસ્ટ કરાવે તેવી સૂચના આપવામાં આવી છે. વેક્સિન ના બંને ડોઝ લીધા હોય તો પણ સુરત પરત આવતા 72 કલાકમાં RTPCR નો રિપોર્ટ કઢાવવો જરૂરી છે

અને શહેરમાં સંક્રમણ નહીં વધે તે માટે સુરત આવતા પહેલા ઉદ્યોગમાં કામ કરતાં તમામ ને રિપોર્ટ કઢાવવા ની સૂચના આપવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના નવા 61 કેસ સામે આવ્યા હતા જ્યારે બીજી

તરફ 39 દર્દીઓ કોરોના ની સારવાર દરમ્યાન સાજા થયા છે. હાલમાં અત્યાર સુધી કુલ 8,17,339 દર્દીઓએ કોરોના ની સારવાર દરમિયાન સાજા થયા છે જ્યારે બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકા પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*