ગુજરાત ના શિક્ષણ માં પહેલી વાર શરૂ થઈ આ શાળા,મફત ભણાવશે સરકાર

Published on: 2:29 pm, Thu, 9 December 21

ગુજરાતમાં સૌપ્રથમવાર શિક્ષણ ક્ષેત્રે એક નવતોર પ્રયોગ શરૂ થવા જઇ રહો છે. તેમાં સમગ્ર રાજ્યમાં 50 જેટલી રહેણાક શાળાઓ શરૂ કરવામાં આવનાર છે. આ મુદ્દે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાઇ હતી.

જેમાં ડિસેમ્બરના અંત સુધીમાં શાળાઓ શરૂ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ માટે વાઇબ્રન્ટ સમિતિ માં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવશે.રેસિડેન્ટ શાળાઓમાં દર વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.ધોરણ 1 થી 5 ના ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

આમ ફૂલ 50 શાળાઓમાં 1 લાખ વિધાર્થીઓને સરકાર ની:શુલ્ક શિક્ષણ આપશે,જો કે આ શાળા શરૂ થતા એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર રૂપિયા 60 હજાર નો બોજો પડશે.જેને લઇને રાજ્ય સરકારે પણ તૈયારીઓ દર્શાવી છે.

મહત્વનું છે કે રાજ્યમાં ગુણવતસભર શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહા છે. રાજ્ય સરકાર પણ ગુણોત્સવના અનેક કાર્યક્રમો જોતી હોય છે,

જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવા માં આવતી હોય છે. શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે જેને લઇને રાજ્યમાં શિક્ષણ નું સ્તર ઊંચું આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત ના શિક્ષણ માં પહેલી વાર શરૂ થઈ આ શાળા,મફત ભણાવશે સરકાર"

Leave a comment

Your email address will not be published.


*