ગુજરાતના ખેડૂતોને ખેત ઉત્પાદન સંગ્રહ અને બજારમાં લઈ જવા વાહન માટે કોઈના ઓશિયાળા રહેવું પડશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે ‘સાત પગલા કૃષિ કલ્યાણ’ યોજનાના લોન્ચિંગની સાથે જ એક જ દિવસમાં સવા લાખ ખેડૂતોને રૂપિયા 400 કરોડની સહાયનું વિતરણ કર્યું હતું. ‘સરકારમાં જે કરવું તે કરવું ‘ ની કાર્ય સંસ્કૃતિ વિકસાવી અને દરેક મુશ્કેલીમાં ખેડૂત ની પડખે ઊભા રહેવાનું રૂપાણી સરકારે કહ્યું હતું.
‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ યોજનાના પહેલા તબક્કે પાક સંગ્રહ યોજના અને કિશાન પરિવહન યોજના હેઠળ રાજ્યમાં 80 સ્થળે કાર્યક્રમો યોજાયા હતા.ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું .
આ બે મહત્વના પગલાં ગોડાઉન સ્ટ્રક્ચર માટે 1 લાખ 16 હજારની સહાય અને પરિવહન માટે 8400 ખેડૂતોને નાના વાહન ખરીદવા રૂપિયા 75 હજારની સહાય આપવામાં આવી છે.
સરકારે કહ્યું કે, ખેડૂત, ગામડું,ગરીબ, પીડિત,શોષિત ના હિતોને વરેલી સરકાર છે. જે કહેવું તે કરવું-એવી કાર્ય સંસ્કૃતિ અમે વિકસાવીને મુશ્કેલી સમયે ખેડૂતોને પડખે ઉભા રહીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!