ભાવનગરમાં ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સભામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો.
જીતુભાઈ વાઘાણી આર સી ફળદુ ને પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેના પગલે થોડા સમય માટે મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ બંને અસહજ થઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે એક સમયના સ્ટાર પ્રચારક જીતુભાઈ વાઘાણી નો સમાવેશ.
આ વખતે સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ કરવામાં આવ્યો નથી. સી.આર.પાટીલ ના આવ્યા બાદ વાઘાણી નું કદ વેતરી નાખવામાં આવ્યા છે.હાલમાં જીતુભાઈ વાઘાણી પોતે પક્ષમાં હાલ તેઓ હાંસીયામા ધકેલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
અને તેવામાં તેઓએ સભામાં ભાંગરો વાટટા તેમને વધારે ભારે પડી શકે છે. સભાને સંબોધતા સીઆર પાટીલે જણાવ્યું છે કે,ચૂંટણી દરમિયાન ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોને યાદ કરવા પડશે.
અને લોકો પાસે જાવ ત્યારે કેન્દ્ર કરેલા કામોનો ઉલ્લેખ કરો. 23 ના રોજ જંગી બહુમતી સાથે ભાજપનું વિજય સરઘસ કાઢો.રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની.
સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને.
ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગરમાં જાહેર સભા સબોંધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment