કોંગ્રેસ માટે ઝટકાજનક સમાચાર : પાટીદાર બેઠકો પર કોંગ્રેસને હફાવવા ઘડાઈ આ રણનીતી

93

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ટિકિટ ફાળવણી મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓની નારાજગી કોંગ્રેસ પક્ષ દૂર કરી શકી નથી.પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના લોકશાહી ઢબે વળતો જવાબ આપવા રણનીતિ ઘડવામાં આવી છે.

પાસ સમિતિ એ એક સત્ય પત્ર બહાર પાડ્યું છે. જે પત્ર થકી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે.પાટીદાર વિસ્તારની બેઠકો પર કોંગ્રેસ ને ડેમેજ પહોંચાડવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે.કોંગ્રેસ તરફથી પાસ સમિતિ અને.

પાટીદાર સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પાસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અન્ય વોર્ડમાં બે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી.

પરંતુ આ માગણી કોંગ્રેસ તરફથી સ્વીકારવામાં આવી ન હતી. જેના કારણે વોર્ડ નંબર-3 પરથી પાસ નેતા ધાર્મિક માલવિયાએ અંતિમ ઘડીએ ઉમેદવારીપત્ર ભર્યું ન હતું.જ્યાં અન્ય બે ઉમેદવારોએ પણ.

પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસની 117 બેઠક પૈકી પાટીદાર વિસ્તારની બેઠકો પર ડેમેજ પહોંચાડવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે.કોંગ્રેસ તરફથી પાટીદાર અનામત આંદોલન સમિતિ.

અને પાટીદાર સમાજ જોડે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પાટીદાર અનામત સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયા હુંકાર કરતાં કહ્યું હતું કે વરાછા રોડ પર હાર્દિક પટેલ સિવાય કોઈપણ કોંગ્રેસના ઉમેદવાર કે નેતાની સભા નો પાસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!