એક જ ક્ષણમાં આખો પરિવાર ખાલી થઈ ગયો..! અમદાવાદમાં એક પોલીસકર્મીએ પોતાની પત્ની અને 3 વર્ષની બાળકી સાથે 12મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…

મિત્રો ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે 12માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મોડી રાત્રે બની હતી.

કુલદીપસિંહ યાદવ નામના પોલીસ કર્મચારી વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમને પોતાની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12 માં માળેથી કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર કુલદીપસિંહ યાદવ આશરે છેલ્લા બે ત્રણ વર્ષથી પોતાના પરિવાર સાથે અહીં રહે છે. મંગળવારના રોજ રાત્રે 1.13 વાગ્યાની આસપાસ જમીન પર કુલદીપ સિંહ જાદવ તેમની પત્ની અને બાળકીનું મૃતદેહ પડેલું જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સંબંધીઓ સાથે પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુલદીપ સિંહ યાદવએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ ઘટના બનતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. બે દિવસ પહેલા પણ અમદાવાદમાં એક જીવ ટુંકાવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક પતિએ સૌપ્રથમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*