ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌનો વિકાસના” હેઠળ જન કલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે.
તારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ખૂબ જ લાંબો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં 1 ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ, 2 ઓગસ્ટે સંવેદના દિવસ, 3 ઓગસ્ટે અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટે નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટે કિસાન સમ્માન દિવસ, 6 ઓગસ્ટે રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટે જનસુખાકારી દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એમ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
ત્યારે આજરોજ 3 ઓગસ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા અન્નોત્સવ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો સુરતના મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ ખાલી પોતાની પાર્ટીના કાર્યકર્તા અને એના જ આપે છે.
ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે સરકારી સ્કૂલોમાં લોકોને અનાજ તો આપવામાં આવે છે.
પણ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકોને જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરફથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરમાં લખ્યું છે કે સરકારી કાર્યક્રમના બહાને ફક્ત ભાજપના જ લોકોને બોલાવીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું હતું કે શાળાઓને દુર ઉપયોગ કરવાનું બંધ કરો અને શિક્ષણનું ભાજપીકરણ બંધ કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment