ટી૨૦ વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બહાર થઈ ગયું. ગુરુવારે રમાયેલી એક મેચમાં પાકિસ્તાન જીતની સ્થિતિમાં હતું પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેના મોઢામાંથી
જીતનો કોળીયો છીનવી લીધો હતો. જેના કારણે બાબર આઝમ ની આગેવાની વાળી ટીમ ઘણી જ નિરાશ થઈ હતી.વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને નિરાશ ન થવાનું કહ્યું છે.
તેમણે ટ્વિટર પર પોતાના સંદેશામાં લખ્યું હતું કે તેઓ પણ ભૂતકાળમાં આવી જ પરિસ્થિતિ માંથી પસાર થઈ ચુક્યા છે. નોંધનીય છે કે પાકિસ્તાની ટીમે સુપર 12 સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી.
જેમાં તેને ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી મજબુત ટીમ સામે આસાન વિજય નોંધાવ્યો હતો.ગુરુવારે રમાયેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 20 ઓવર માં ચાર વિકેટે 176 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાને અડધી સદી ફટકારી હતી બાદમાં શાદબ બને ઘાતક બોલિંગ કરી જેના કારણે ઓસ્ટ્રેલિયા 19 ઓવરમાં સ્કોરને પાર કરી ચૂકી અને ભવ્ય જીત મેળવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment