ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે.જોકે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર યોજવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજાશે સાથે જ તેમને ભક્તોને પણ અપીલ કરી કે તેઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
તેમણે વધુમાં કહ્યું કે અંબાજી માતા માટે તેમણે અતૂટ શ્રદ્ધા છે અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. આપને જણાવી દઇએ કે હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને નિમણૂક કરવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ આ પરિસ્થિતિ સર્જાઇ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment