પીએમ કિસાન યોજના અંર્તગત ખેડૂતો માટે મહત્વના સમાચાર,ખેડૂતોને મોદી સરકાર આપી શકે છે આ મોટી ભેટ

Published on: 4:14 pm, Mon, 20 September 21

2022 માં દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ચૂંટણી યોજાય તે પહેલાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. આ માહિતી સામે આવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે ગણી રકમ સરકાર દ્વારા આપવામાં આવશે.

જેથી ખેડૂતોને હવે 6 હજારની બદલે 12 હજાર રૂપિયા મળશે.હાલ ખેડૂતોને કુલ ત્રણ સપ્તાહમાં 2-2 હજાર કરીને વર્ષે સરકાર દ્વારા 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. કેન્દ્રીય કૃષિમંત્રી અમરેન્દ્ર પ્રતાપસિંહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે થોડાક દિવસો પહેલા એક બેઠક થઈ હતી.

જે બેઠકમાં ખેડૂતોને બમણી રકમ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે આ મુદ્દે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને બે હજાર રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી લઇ શકે છે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલ નોડલ ઓફિસર દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!