ગુજરાત રાજ્યની શાળાઓમાં કોરોના સંક્રમણ ને પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપ્યું મહત્વનું નિવેદન.

229

ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નિવેદન આપ્યું હતું. રાજ્યમાં કોરોના ના કેસ વધતા શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું મહત્વ નિવેદન સામે આવી છે.

અને તેઓએ જણાવ્યું કે જે બાળકો કોરોના સંક્રમિત થાય તેની સારવારની વ્યવસ્થા કરાઇ છે. તમામ શાળાઓને SOP ના અમલ માટે આદેશ કરવામાં આવ્યો છે.શિક્ષણ અને આરોગ્ય વિભાગ એકબીજાના સતત સંપર્કમાં છે.

અને કોરોના સંક્રમણ શૂન્ય થાય એવા અમારા પ્રયાસ રહેશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફાયર NOC વિનાની શાળાઓ અંગે જણાવ્યું કે, NOC આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા NOC આપવાની કામગીરી શરૂ કરાઇ છે અને શિક્ષણ વિભાગ પણ બાળકોની સલામતી અંગે ગંભીર છે.હાઇકોર્ટના આદેશનું કડકપણે પાલન કરીશું.

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલે 24 કલાકમાં 555 કોરોના ના કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રાજ્યમાં 482 દર્દીઓ સાજા થયા છે જ્યારે રાજ્યમાં કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

અને રાજ્યમાં કોરોના ના 3212 એક્ટિવ કેસે જ્યારે 24 કલાક માં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4416 દર્દીઓના મૃત્યુ થયા છે જે રાજ્યમાં કુલ 266313 દર્દીઓ સાજા થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!