દેશની સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ભણતર માટે એક ખૂબ જ સારી યોજના બહાર પડી છે. આ યોજના સુકન્યા યોજના હેઠળ પંજાબ નેશનલ બેંકમાં દિકરીના નામે ખાતું ખોલાવવાનું રહેશે. ફક્ત 250 રૂપિયાના રોકાણ સાથે તમે તમારી પુત્રીના લગ્ન સુધી અને તેના શિક્ષણ સુધી એક મોટી રકમ એકઠી કરી શકો છો.
આ યોજના માં ખાતું ખોલાવવું હોય તો પંજાબ નેશનલ બેંકમાં મિનિમમ 250 રૂપિયા ડીપોઝીટ હોવી જોઈએ. દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતુ ચલાવવામાં આવશે. જ્યારે વધુમાં વધુ તમે 150000 રૂપિયા સુધી જમા કરી શકો છો.
આ ઉપરાંત તમારી ઈચ્છા પ્રમાણે જો દીકરી 18 વર્ષની થઈ જાય પછી તમે મેચ્યોરિટી ની રકમ પણ ઉપાડી શકો છો. આ યોજનામાં જે પરિવારમાં બે દીકરી હોય તે જ ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત દીકરીના માતા-પિતા એક દીકરી ના નામ પર ફક્ત એક જ ખાતું ખોલાવી શકે છે.
જ્યારે ખાતુ ખોલાવો ત્યારે પુત્રીની ઊંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં તમારે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે વાર્ષિક તમારે 36 હજાર રૂપિયા જમા કરવા પડશે જમા કર્યા પછી 14 વર્ષ બાદ તમને 7.6 ટકાના વાર્ષિક દરે 9,11,574 રૂપિયા મળશે.
આ ઉપરાંત 21 વર્ષ થયા બાદ મેચ્યોરિટી ની રકમ આશરે 15,22,221 રૂપિયા થઈ જશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે પંજાબ નેશનલ બેંકમાં સુકન્યા યોજના ખાતુ ખોલાવવું પડશે.
આ યોજના માં ખાતું ખોલાવવા માટે દીકરીનો જન્મ નું સર્ટીફીકેટ, વાલીનું આઇડેન્ટી કાર્ડ પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે, રહેઠાણના સરનામાના પુરાવા જેમ કે વીજળી બિલ, ટેલીફોન બીલ વગેરે.
આ યોજનામાં ખૂબ જ સારી વાત છે પૈસા જમા કરાવવા માટે નેટબેન્કિંગ નો પણ ઉપયોગ કરી શકો છો. આ એકાઉન્ટ અમે પંજાબ નેશનલ બેંકની કોઈપણ શાખામાં ખોલાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment