પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન, જાણો વિગતે.

74

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે ઘટાડવાની જગ્યાએ વધારો જોવા મળી રહ્યો છે. અમુક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ની પાર પણ થઇ ગયો છે. તેવામાં કોંગ્રેસ પક્ષે આજે “અબકી બાર પેટ્રોલ 100 કે પાર” સૂત્ર સાથે વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે.

આજે સવારથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને આગેવાનો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે કોરોનાની મહામારી દેશની જનતાને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા કરીને કોઈપણ પ્રકારની રાહત આપી રહી નથી.

દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે તેમાં પેટ્રોલની કિંમતમાં 25.72 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 23.93 રૂપિયાનો વધારો થયો છે.

રાજકોટમાં કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર ની આગેવાનીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો વિરોધ કર્યો છે. ક્યારે વિરોધ પ્રદર્શનમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કોંગ્રેસના આગેવાનોને ઉઠાવી લીધા હતા.

આ ઉપરાંત અશોક ડાંગરે કહ્યું કે જો તું પણ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહ્યો અમે આગળ આંદોલન પણ કરીશું. તમને કહ્યું કે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!