ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ યુનિવર્સીટીઓને વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાને લઇને આપ્યા મહત્વના આદેશ.

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ઓછી થતી જાય છે તે સમયમાં ગુજરાત સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. એવામાં ગુજરાત શિક્ષણ વિભાગે કરી એક મહત્વની જાહેરાત, શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાને લઇને આયોજન કરવા માટેના આદેશ અપાયા છે.

ગુજરાતમાં આજરોજ કોરોના ના કેસો 100થી પણ ઓછા છે. ત્યારે મળતી માહિતી મુજબ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત કૉલેજોને કહેવામાં આવ્યું કે માસ્ટર ડિગ્રીના છેલ્લા પાંચ વર્ષના વિદ્યાર્થીઓ ની પરીક્ષાનું આયોજન કરવાનો આદેશ અપાઇ ગયો છે.

છેલ્લા એક અઠવાડિયાથી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં MCQ પદ્ધતિ થી ઓફલાઈન પરીક્ષા લઈને વિરોધ ચાલી રહ્યો છે. LLB ના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ત્રણ દિવસની ભૂખ હડતાલ પર બેસ્યા છે. વિદ્યાર્થીઓનું કેવું છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

થોડાક દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીનીટીકેટ બેઠકમાં મહત્વના નિર્ણય લીધા છે જેમાં ATKTના વિદ્યાર્થીઓને રાહત આપવામાં. જે વિદ્યાર્થીઓને સેમિસ્ટર 1 થી 4 માં ATKT આવી હશે તો પણ તે વિદ્યાર્થીને પાંચમા સેમેસ્ટરમાં પ્રવેશ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*