દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી મોદીની મંત્રી પરિષદની બેઠક માટે તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. 30 જૂનના રોજ સાંજે પાંચ વાગે આ બેઠક યોજાશે. પ્રધાનમંત્રી સાથેની આ બેઠકમાં કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારી વાળા મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ હાજર રહેશે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. આવનારા દિવસોમાં મંત્રીમંડળની પણ વિતરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
આ ઉપરાંત અમુક અહેવાલો મુજબ મંત્રીમંડળના વિતરણ સાથે મંડળના કેટલાક નવા ચહેરાઓ આવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 27 નેતાઓ મંત્રીમંડળમાં આવે તેવી ચર્ચાઓ છે.
થોડાક દિવસ પહેલાં જ જમ્મુ કશ્મીરના રાજકીય પક્ષો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી હવે થોડાક સમયમાં લદાખના મુદ્દે પણ એક મોટી બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં લદાખના રાજકીય પક્ષો તથા કેટલાક પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપવામાં આવશે. આ બેઠક 1 જુલાઈના સવારે 11 વાગે ગૃહરાજ્યમંત્રી જય કિશન રેડી ના નિવાસ્થાને યોજાશે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં કારગિલ અને લદાખના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સરકારને આ બેઠક કરવા પાછળનો ઇરાદો લદાખના રાજકીય પક્ષોના મનની વાત જાણવાનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!