વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર પણ આફત સામે લડવા માટે સજ્જ થયું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સમગ્ર વાવાઝોડા ઉપર ધ્યાન રાખી રહ્યા છે. સંભવિત વાવાઝોડા સામે તૈયારીઓ ચાલી રહે છે.
ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી જે બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે ગુજરાતમાં વાવાઝોડું આવે અને તે માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની પૂર્વતૈયારીઓ અંગે જણાવ્યું કે હવામાન ખાતાની આગાહી છે એટલે આજે સાંજે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું આવી શકે છે.
તમામ સંભાવનાઓ ને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયા કાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સ્થળાંતર કરવાના આદેશો અપાયા છે.
અને આ અંગેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલનો જ્યાં વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યા છે.
કે ઈલેક્ટ્રીક સીટી બ્રેકઅપ તૈયાર કરી લે. તમામ હોસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.
વીજ કંપનીઓના કર્મચારીઓની 661 ટીમ ગોઠવવામાં આવી છે આ સાથે પાવર બેકઅપ આશરે 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યા છે.
વાવાઝોડું મુંબઈની પશ્ચિમ 150 કિલોમીટર, દેવના દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદર ના દક્ષિણ પૂર્વ દિશાથી આશરે 260 તથા પાકિસ્તાનના કરાચી બંદર ના પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment