ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરૂ થનાર ચોમાસુ સારૂ રહેવાની આગાહી થઈ છે. દેશી પદ્ધતિ મુજબ વરતારો પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સિઝનમાં પ્રથમ વાવાઝોડું અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાનાં હવામાન બંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યા.
પ્રમાણે 14 તારીખે શુક્રવાર સવાર સુધીમાં દક્ષીણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર અને 16 મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સરક્યુલેશન માં ફેરવાય તેવી શક્યતા છે.
જેની અસર લક્ષદીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે. હવામાન વિભાગે તા.13 અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ અને તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
આવી આગાહી વગર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદી ઝાપટા વરસવાનું જારી રહ્યુ છે. આજે રાજકોટ થી 20 કિલોમીટર દૂર ગોંડલ હાઇવે પર સાપર વેરાવળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જેનાથી ગરમીમાં રાહત મળી હતી પરંતુ ખેડૂતો ના ખુલ્લા ખેતર માં પડેલા મગ, તલ અને મકાઈ સહિતના પાકને નુકશાન થયુ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment