જો ખાતર નો ભાવ વધારો કાબૂમાં નહીં આવે હજારો ખેડૂતો કરશે આંદોલન, સરકારે જ ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડ્યું.

117

વાયરસ નો ફોટો તો હજુ ખેડૂતો સહન કરી જ રહ્યા છે ત્યારે ખાતરના ભાવમાં અસહ્ય ભાવ વધારો ઝીંકાતા દેશના ખેડૂતોને વર્ષે 20 હજાર કરોડ રૂપિયાનો, ગુજરાતના ખેડૂતોને 1200 કરોડનો અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનો વધારાનો બોજો પડનાર છે.

જેને પગલે ખેડૂતોએ કેન્દ્રીય નાણામંત્રી પાસે ખેડૂતો માટે 20 હજાર કરોડનું પેકેજ આપવા માંગણી કરી છે. મહામારી વચ્ચે ખેડૂતો માટે દુખદ સમાચાર સામે આવ્યા હતા કે અગાઉ ઇફ્કો કંપનીએ ખાતરના ભાવ વધારી દીધા બાદ તાજેતરમાં અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં 700 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

જેથી ખેડૂતોને કમર તૂટી જશે. કોટન એસોસિયન અને ખેડૂત અગ્રણી જયેશ પટેલ કેન્દ્રીય નાણા મંત્રીને રજૂઆત કરી હતી કે છેલ્લા એક વર્ષમાં વાયરસની માહિતી અસર ખેડૂતો ને સવિશેષ થઈ છે.

ખાતર ના ભાવ વધારા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઇ આંબલિયા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખાતરના ભાવ કાબૂમાં લેવા અપીલ કરી છે.

તેમણે લખ્યું છે કે પત્રમાં, ગઈ ફેબ્રુઆરી થી ખાતરના ભાવ વધારાના ડાકલા વાગી રહ્યા છે અને સરકાર ખેડૂતોને કહી રહી છે કે કોઈ ડાકલા વાગતા નથી તમે કાન બંધ કરી જાઓ આવો કોઈ ખાતર નો ભાવ વધારો આવવાનો નથી.

પાલભાઈએ વધુમાં જણાવ્યું કે, આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અત્યારે ઉપર ચોમાસુ દસ્તક થઈને ઉભુ છે ત્યારે ખેડૂતોએ વાવણી પહેલા ના પૂર્વાયોજન કરવા ખાતર લેવું અને વાવવુ ખૂબ જ જરૂરી છે.

તો ખેડૂતો ને સાત દિવસમાં જુના ભાવ પ્રમાણે ખાતર પૂરું પાડવામાં આવે. તો 7 દિવસમાં સરકાર ખાતર માં આવેલા ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આવનારી તારીખ 19 મે 2021 બુધવારના દિવસે ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!