દેશમાં જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે જ્યારે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.
પરંતુ પહેલાં દરરોજ જે રીતે ભાવ વધી રહ્યા હતા તે જોઇને લાગતું હતું કે એ દેશવાસી ના ખિસ્સા જલ્દી તે ખાલી થઈ જશે. ત્યારે આજરોજ પેટ્રોલના ભાવના મામલે સરકારી તેલ કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. દેશમાં સતત 12 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે.
દેશની રાજધાની સહિત બીજા કેટલાય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યો છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા નોંધાયો છે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રત્યે લિટર પેટ્રોલનો ભાવ 98.41 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.58 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોઈએ તો મે મહિનાથી સતત ભાવ વધારો થઈ રહ્યો હતો.
મળતા અહેવાલ મુજબ 42 દિવસમાં પેટ્રોલની કિંમતમાં અંદાજિત 11.53 રૂપિયાનો વધારો થયો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ ફરી એક વખત 74 ડોલરને પાર થઈ ગયો છે. અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કૂડ ઓઇલ ના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવી શકે છે. ઓપન ગ્રૂપની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના કિંમત ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે. ઉપરાંત આ બેઠક સંપૂર્ણ સમજૂતી થઈ છે. મળતી માહિતી મુજબ જો અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશનો ઓગસ્ટ થી કૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. આ અહેવાલો બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ જોવા મળ્યા હતા.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 97.45 રૂપિયા છે.
ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.63 રૂપિયા છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.08 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.02 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment