ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12 માં શિક્ષણ શરૂ કરી દેતાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માંગ કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજૂઆત કરી છે.
રાજ્યની શાળાના ઓફલાઈન વર્ગોમાં હાજરી ફરજિયાત ના હોવાથી વિદ્યાર્થીઓ હાજરી આપવાનું ટાળી રહ્યા છે અને તેના કારણે શાળા ચાલુ કરવાનો કોઇ અર્થ જ નથી.રાજ્યમાં હજુ પણ તમે ઓફલાઈન સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું હોવાથી.
વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપતા નથી. આ ઉપરાંત શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણના બદલે ટ્યુશન ક્લાસીસ ને બાળકો પ્રાધાન્ય આપી રહ્યા છે.રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે.
અને મૃત્યુ આંક પર પણ હવે કાબુ મેળવાયો છે ત્યારે ઓનલાઇન શિક્ષણ બંધ કરવા મહામંડળ દ્વારા વિનંતી કરવામાં આવે છે.અત્યાર સુધી રાજ્ય ના શિક્ષકોને રોટેશન અનુસાર સવારના સમયે બોલાવવામાં આવતા હતા.
હવેથી 9 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને સવારના બદલે આખો દિવસ અને 100 ટકા શિક્ષકોને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા 100 ટકા શિક્ષકોને હાજર રહેવાના આદેશ અપાતા.
15 ફેબ્રુઆરી અથવા તો આ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક વર્ગ શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં. આ દેશ રાજ્ય શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવ્યો છે.સોમવારથી શાળા નો સમય સવાર ના બદલે પહેલાની જેમ આખો દિવસ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment